Wednesday, 27 March 2019

Feature Writing

Feature Writing :

 # સમય #


જે વીતી જાય છે એ ખરેખર વીતી જ જાય છે? જો એ વીતી નથી જતું, આપણા વર્તમાન જીવનમાં સાથે નથી હોતું તો આખરે એ જાય છે ક્યાં? અને જો પ્રત્યેક વીતેલી ક્ષણ આપણી સાથે જ હોય છે તો જે વર્તમાન જગતમાં ખરેખર આપણી સાથે જ હોય છે એ ક્યા હોય છે? કે પછી એકસાથે આપણે સતત બે જીવન જીવવા માટે જ ટેવાયેલા છીએ. અને જો હા- તો પછી આ બે માંથી આપણી સાથે, આપણાથી દુર અને નિકટ કોણ છે? સ્મૃતિ કે સાથ! કે બંને કે એક પણ નહી? કદાચ હા... પણ આ બે જીવનને જીવવાની હોડમાં આપણે એક પણ જીવન જીવી શકીએ છીએ ખરા? અરે, જીવન જીવવાનું તો બહુ દુર રહ્યું, આપણે તો જીવીએ છીએ કે નહી એ વાત ઉપર પણ (?) પ્રશ્નાર્થ રહેલો છે. આ પ્રશ્નાર્થ, આ અસમંજસ અને આ જ ગોટાળો લઈને આપને જીવીએ છીએ. જીવીએ છીએ? કદાચ ના! જીવન વિતાવીએ છીએ.  

સમય વીતે છે. પણ શું ખરેખર સમય એકલો જ વીતે છે કે પ્રત્યેક વીતી રહેલી ક્ષણમાં, ટુકડે ટુકડે આપણને પણ વિતાવતો જાય છે? સતત વહેતો રહેતો સમય કેટ-કેટલુય પોતાની સાથે લઇ જાય છે. પણ શું ખરેખર સમય બધું પોતાની સાથે લઇ જાય છે કે આપણે એને આપનું સર્વસ્વ લઇ જવા દઈએ છીએ? અરે...રે... એ કેમ ભૂલાઈ ગયું કે જે આપણું હોય એ તો ક્યારેય જતું જ નથી, અને એ પણ આપની મરજી વગર! NEVER! એટલે દોષનો ટોપલો સમયને માથે આપવો એ મને થોડું યોગ્ય નથી લાગતું. પણ મેં તો ક્યારેય એવી કોઈ ઘટનાને અવકાશ જ નથી આપ્યો કે મારું કઈ પણ મારાથી અળગું થઈ શકે. અને એ તો કેમ સ્વીકારી લઉં કે મારું મારાથી જ અળગું થઇ જાય એવી ઈચ્છા મેં જ સેવી હશે! હશે સમય, હશે! પણ મોજના તારા દિવસો હતા તે મોજ કરી લીધી. હવે મારો વારો છે. સમય, તને હરાવવાની કે બદલવાની મને કોઈ ઇચ્છા નથી અને તને હરાવી શકું એવી તાકાત તો લાવવી ક્યાંથી? નહિતર તો એકડે એકથી ઘણું બધું Reset કરવું છે એમ નહી, બસ એક એકડો જ ફરીથી સેટ કરવો'તો મારી મરજી મુજબ! પણ ચાલ, બદલ્યા વિના ઘણું બધું બદલાઈ ગયું છે પણ હવે, its a challenge! તાકાત હોય તો હવે જે છે બદલી જો! તાકાત હોય ને તો બદલવાનો પ્રયાસ કરજે,તું બદલાઈ બદલાઈ ને બદલવાનો પ્રયત્ન કરી જોજે.  નસીબ, ઇચ્છા અને ગેરસમજણનો સહારો લેવાની પણ છૂટ હો. You can keep trying till my last breathe. Because now, I have faith. I have faith upon me & faith of my faith. પણ એય સમય, આ challenge નથી હો. આ તો આજ સુધી તને બહુ મજા આવીતી'તી ને બધું બદલવામાં, તો આ વખતે મનેય એક ઈચ્છા થઇ કે આ જ સાચો સમય છે કે એકવાર તને મજા નહી આવે જ્યારે તું ઈચ્છા મુજબ  બદલી નહી શકે મારું કઈ પણ, અને મજા આવશે.  તું પણ એકવાર મજા લઇ લે હવે કે મજા ન આવતી હોય ત્યારે કેવી મજા આવે છે.

પણ, હા...
Biggest thanks is only  to only You "SAMAY". કદાચ તે જ તો મને એવો સમય આપ્યો છે જે કદાચ ક્યારેય નહી બદલાય, હવે મારી સાથે, મારી પાસે કાયમ માટે, દરેક ક્ષણે સાથે રહેનાર અને નહી બદલનાર સમય આપ્યો. Thank you so much.

એટલે જ, છેલ્લે મારે મારા અંગતને બસ એટલું જ કહેવું છે કે-
બીજું કઈ વીતે કે ન વીતે, આપણે બસ આમ જ રહીશું, and its unbreakable Promise!

"મારે નથી પૂછવું તને કે તું શા માટે ઉદાસ છે
મારે નથી પૂછવું કે તું શા માટે નિરાશ છે,
મારે એ નથી પૂછવું કે આટલી બધી નિરાશા તને કેમ કોરી ખાય છે,
મારે નથી પૂછવું કે તારી ચેતનાનો પ્રાણ કેમાં છે,
મારે નથી પૂછવું કે તારી ભીતરનું ઉંડાણ કળવું આટલું કપરું શા માટે  છે,
કારણ..... કારણ મારે તારી પાસેથી કહી જ વાતનું કોઈ પ્રમાણ નથી જોઈતું. મારે તો જોઈએ છે શાશ્વત નહી, પણ ક્ષણીક પ્રેમ. કારણ કે, હું જાણું છું કે સદાયને માટે તો સ્વયં હું જ નથી તો તારો અનન્ય અને સાશ્વત પ્રેમ કઈ રીતે માગી લઉ? તારા કોઈ જ પ્રશ્નને સમજીને સુલજાવી શકે એવી સમજણ તો મારામાં છે જ ક્યા? અને કદાચ એટલે જ મારા દરેક સવાલ સ્વયં મારી સામે એક નવો પ્રશ્ન ખડો કરે છે કે તું આ બધા સવાનો ઉત્તર મેળવીનેય શું કરીશ? કદાચ એટલે જ હું મારા હોઠ સુધી આવતા દરેક સવાલને મેં આજ સુધી સતત ટાળી દીધા છે. પણ, હા.- મારા દરેક સવાલ મને, તને આપવાના એક માત્ર ઉત્તર સુધી લઇ જાય છે અને એ જવાબમાં હું તને બસ એટલું જ કહીશ કે, 
"હું તને કઈ નહી પૂછું.
હું તને એટલું જ કહીશ Either you need or not, I am always there with you, for you my dear Zindgi."

                                               Thank you..!

No comments:

Post a Comment

ટચુકડી ખાણ...

વરસાદ એકલો હોય. પણ એકલો તો ના જ હોઈ શકે. પડતાં ની સાથે ઉત્પન્ન થતો રવ ફેલાતી માટી ની સોહમણી ગંધ, ને અનેક હૈયાઓની અદ્રશ્ય ટાઢક એની જ તો છે. પ...