Friday, 15 March 2019

શબ્દો ના સથવારે

શબ્દો ના સથવારે માંડી એક વાટ,
વાટ આ વાત ની અનંત એક રાગ...
શબ્દો ની રંગોળી, રંગો ની હોળી,
વ્યક્તિ વ્યક્તિ ને ખોલી, હ્રદય મહી રંગોળી,
જ્યાં જ્યાં એ ભટક્યો ત્યાં ત્યાં અર્થ મહી તડપ્યો...

                               “છું.?”
જાત છેતરું છું, છતાં તારી કને ભાગું છું.!
બહોળા સાગર માં વલખાઈ ને જાત છુંછેડું છું.!

ભરમાય ભાત માં જાતને  સમય ભરખું છું.!
વમળો ની વાટનો અંધકારી વટેમાર્ગુ છું.!

ભાળી ઝાંઝવા હરખાતો હૈયે ભટકાઈ તડપું છું.!
આંખલડી, રાતલડી, વાતલડી ની શી વાત કરું.?

રડાવી હ્દય, હરખાવી હૈયું,
અંતે તો જાત ફંફોસું છું..!
                                    -જાગૃતિ વાસાણી
             

1 comment:

ટચુકડી ખાણ...

વરસાદ એકલો હોય. પણ એકલો તો ના જ હોઈ શકે. પડતાં ની સાથે ઉત્પન્ન થતો રવ ફેલાતી માટી ની સોહમણી ગંધ, ને અનેક હૈયાઓની અદ્રશ્ય ટાઢક એની જ તો છે. પ...